હળવદના માથક ગામે ચક્કર આવતા પડી જતા મહીલાનુ મોત
મોરબી: હળવદ તાલુકાના માથક ગામે ચક્કર આવી પડી જતા મહીલાનુ મોત નિપજ્યું હોવાનું જાણવા મળ્યું છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના માથક ગામે કાનાભાઈ બાલાભાઈ ભરવાડની વાડીએ રહેતા મૂળ છોટા ઉદેપુર જિલ્લાના ૨૦ વર્ષીય ઊર્મિલાબેન વાસુદેવભાઈ નાયકા નામના પરિણીતાને ગત તા.૨૨ ઓગસ્ટના રોજ મોરબી સિવિલ હોસ્પિટલમાં સિઝેરિયન ઓપરેશન કરી પ્રસુતિ કરાવ્યા બાદ ગત તા.૭ સપ્ટેમ્બરના રોજ અચાનક ચક્કર આવતા પડી જતા મોત નીપજ્યું હતું. આ બનાવ અંગે હળવદ પોલીસે અકસ્માતે મૃત્યુ નોંધ કરી તપાસ હાથ ધરી છે.





