હળવદના મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જુગાર રમતા ચાર ઝડપાયા
મળતી માહિતી મુજબ હળવદ તાલુકા પોલીસ પેટ્રોલિંગમાં દરમ્યાન મયુરનગર ગામે બસ સ્ટેશન પાસે જાહેરમાં જુગાર રમતા રોકડા રૂા. ૧૪,૧૫૦/- ના મુદામાલ મળી આવતા હળવદ તાલુકા પોલીસ દ્વારા આરોપીઓ (૧) રફીકભાઇ નુરમહમદ જામ/મીયાણા ઉ.વ ૩૦ ધંધો ડ્રાઇવીંગ રહે મોરબી જોહન્સનગર લાતી પ્લોટ શેરી નં ૮,
(૨) કૈલાશભાઇ ખોડાભાઇ ઉપસરીયા/કોળી ઉ.વ ૩૮ ધંધો ખેતી રહે ગામ જુના ઘાંટીલા તા.માળીયા(મી.) જી.મોરબી
(૩) ફૈયાજ નુરમહમદ સીપાઇ/મુસ્લીમ ઉ.વ ૩૫ ધંધો મજુરી રહે હળવદ મોચી બજાર તા.હળવદ જી.મોરબી
(૪) બચુભાઇ નારણભાઇ જાકાસણીયા/પટેલ ઉ.વ ૫૭ ધંધો ખેતી રહે ગામ જુના ઘાંટીલા તા.માળીયા(મી.) વિરુદ્ધ જુગાર ધારા એક્ટ મુજબ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુન્હો નોંધવામાં આવેલ છે





