હળવદના મયુરનગર ગામે જુગાર રમતા ચાર ઈસમો ઝડપાયા
હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં મયુરનગરથી ધુળકોટ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા ચાર ઈસમોને હળવદ પોલીસે ઝડપી પાડયા છે. જ્યારે અન્ય બે ઇસમો નાસી જતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ પોલીસ પેટ્રોલિંગમા હોય તે દરમ્યાન હળવદ તાલુકાના મયુરનગર ગામની સીમમાં મયુરનગરથી ધુળકોટ જવાના રસ્તે જાહેરમાં તીનપત્તીનો જુગાર રમતા છ ઈસમો રમેશભાઇ બાબુભાઇ ભોજયા ઉ.વ.૫૬ રહે. જુના ઘાટીલા ગામ, તા.માળીયા મીયાણા, શૈલેષભાઇ મહાદેવભાઇ માલસણા ઉ.વ. ૪૫, રહે. ફુલછાબ સોસાયટી, વીસીપરા, મોરબી, મનોજભાઇ પોપટભાઇ લુહાર ઉ.વ. ૫૫, રહે. ટીકર રોડ રાધે સોસાયટી હળવદ તા.હળવદ, નિલેષભાઇ સવજીભાઇ અગેચાણીયા ઉ.વ.૪૦, રહે. અમરેલી ગામ, તા.જી મોરબીવાળાને રોકડ રકમ રૂ. ૨૪૨૦૦ ના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા હતા જ્યારે અન્ય બે ઇસમો બટુકભાઇ મગનભાઇ કોળી રહે. રાયસંગપુર ગામ તા.હળવદ, પ્રકાશભાઇ પોલાભાઇ કોળી રહે. રાયસંગપુર ગામ તા. હળવદવાળો સ્થળ પરથી નાસી છુટતા પોલીસે તેને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા કલમ હેઠળ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.