Wednesday, March 11, 2026

હળવદના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક પકડાયો

Advertisement
Advertisement
Advertisement

હળવદના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના જથ્થા સાથે એક પકડાયો

હળવદ: હળવદ તાલુકાના મયુરનગર ગામે ઈંગ્લીશ દારૂ અને બીયરના ટીનના જથ્થા સાથે એક ઈસમને હળવદ પોલીસે પકડી પાડયો છે.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના મયુરનગર ગામે રહેતા જયદીપભાઈ દિનેશભાઇ ડાભી (ઉ.વ.૨૩) એ પોતાના કબ્જા ભોગવટા વાળા રહેણાંક મકાનના રસોડામાં વેચાણ કરવાના ઈરાદાથી રાખેલ ઈંગ્લીશ દારૂની MC DOWELLS NO.1 COLLECTION WHISKY ORIGINAL FOR SALE IN PUNJAB ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૦૬ કિં.રૂ.૧૮૦૦/- તથા VINTAGE BLUE PREMIUM WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૭૫૦ એમ.એલ.ની કુલ બોટલો નંગ-૨૧ કિં.રૂ.૬૩૦૦/- તથા COUNTY CLUB DELUXE WHISKY FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૧૮૦ એમ.એલ.ની કુલ બોટલો (ચપલા) નંગ-૭૭ કિં.રૂ.૭૭૦૦/- તથા KINGFISHER SUPER STRONG PREMIUM BEER FOR SALE IN RAJASTHAN ONLY લખેલ ૫૦૦ એમ.એલ.ના કુલ બીયરના ટીન નંગ-૧૨ કિ.રૂ.૧૨૦૦/- મળી કુલ કિં.રૂ.૧૭,૦૦૦/- ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસે પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,446

TRENDING NOW