હળવદના બુટાવડા ગામે એક જ ખેડૂતની અલગ અલગ સર્વે નંબરની જમીન બે શખ્સોએ પચાવી પાડી હોવાની હળવદ પોલીસમાં બે ફરિયાદ નોંધાઈ છે તો હળવદ પોલીસે બંને ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
હળવદના બસ સ્ટેન્ડ પાસે ભાડિયાકુવા નજીક રહેતા વિજયભાઈ વ્રજલાલ અનડકટ (ઉ.૪૨)ની બુટાવડા ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર ૧૨૯ પૈકી ૧ વાળી જમીન હે.આર.ચો.મી. ૨_૫૪_૯૫ વાળી જમીન પર આરોપી વિરજીભાઈ અમરશીભાઈ દલવાડી રહે-વેગડવાવએ સને ૨૦૦૨ થી આજદિન સુધી કબજો કરી આજદિન સુધી કબજો ચાલી રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ હળવદ પોલીસમાં વિજયકુમારે નોંધાવી છે.
બીજા બનાવમાં વિજયકુમાર વ્રજલાલ અનડકટ એ ફરિયાદ નોંધાવી છે કે હળવદના બુટાવડા ગામની સીમમાં રેવન્યુ સર્વે નંબર ૧૨૯ પૈકી ૨ વાળી જમીન હે.આર.ચો.મી. ૨_૫૪_૯૫ વાળી જમીન પર આરોપી ઠાકરશીભાઈ વિરજીભાઈ દલવાડી રહે-વેગડવાવ એ સને ૨૦૦૨ થી ગેરકાયદેસર રીતે કબજો કરી આજદિન સુધી કબજો ચાલુ રાખી જમીન પચાવી પાડી હોવાની ફરિયાદ નોંધાવી છે. તો હળવદ પોલીસ ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ ૨૦૨૦ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે