હળવદ શહેરના બસ સ્ટેશન નજીકથી એક શખ્સ દ્વારા હળવદમાં રહેતી એક સગીરાનું લલચાવી ફોસલાવીને અપહરણ કરી ગયો હોય ત્યારે આ બાબતે સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ત્યારે પિતાની ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે
આ અંગે મળતી માહિતી મુજબ હળવદ શહેરના બસસ્ટેન્ડ નજીકથી આરોપી જય ભરતભાઈ ગઢવી રહે.ગ્રીનપાર્ક હળવદ, મુળ રહે. વિદરકા તા.માળીયા નામનો શખ્સ હળવદ શહેરમાં જ રહેતી સગીરાને લગ્ન કરવાની લાલચ આપી બદકામ કરવાના ઇરાદાથી લલચાવી ફોસલાવી અપહરણ કરી જતા બનાવ અંગે સગીરાના પિતાએ હળવદ પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુન્હો નોંધી તપાસ શરૂ કરી છે.