હળવદના પેટ્રોલપંપમાં થયેલી લૂંટના ગુન્હામાં 22 વર્ષથી નાસતો ફરતો આરોપીને મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમે ગાંધીધામ પાસેથી ઝડપી લીધો છે.
મોરબી જિલ્લા પોલીસ વડા એસ.આર.ઓડેદરાએ વિવિધ ગુન્હામાં ફરાર રહેલા આરોપીઓને પકડી પાડવા સૂચના આપી હતી. જેથી મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમ આ દિશામાં કાર્યરત હતી. ત્યારે હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુન્હામાં ૨૨ વર્ષથી ફરાર આરોપી ગાંધીધામ-ભુજ પાસે હોવાની હકીકત મળતા મોરબી પેરોલ ફર્લો સ્કવોર્ડની ટીમેં ગાંધીધામ પાસેથી હળવદ પોલીસ મથકમાં નોંધાયેલા પેટ્રોલપંપ ઉપર થયેલી લૂંટના ગુન્હામાં ૨૨ વર્ષથી ફરાર આરોપી પ્રેમસિંગ ઉર્ફે તુલસીમ ઉર્ફે રમેશ જોગડભાઈ મુનિયા (રહે.નેગડીયા તા.જી.જાબુઆ મધ્યપ્રદેશ)ને ઝડપી લઈ આગળની કાર્યવાહી માટે હળવદ પોલીસને સોંપવામા આવ્યો છે.