Monday, May 5, 2025

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વરલી રમતા બે શખ્સોને પકડી પરથી મોરબી એલસીબી.

Advertisement
Advertisement
Advertisement

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વરલી રમતા બે શખ્સોને પકડી પરથી મોરબી એલસીબી.

હળવદના પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરનો જુગાર રમાતો હોવાની બાતમીના આધારે એલસીબી ત્રાટકી હતી અને લોકલ ક્રાઇમ બ્રાંચ મોરબીની ટીમે હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં વર્લી ફીચરના આંકડા લખતા બે ઇસમોને રોકડા રૂ. ૧૫૦૦૦ તથા અન્ય મુદામાલ મળી કુલ રૂ.૨૫,૨૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.

મોરબી એલ.સી.બી. / પેરોલ ફર્લો સ્કવોડના સ્ટાફના માણસો જુગારના કેસોની કાર્યવાહી કરવા માટે કાર્યરત હતા. તે દરમ્યાન HC નિરવભાઇ મકવાણા PC ભરતસિંહ ડાભી, ભગીરથસિંહ ઝાલાને ખાનગી રાહે હકિકત મળેલ કે, હળવદ પંચમુખી ઢોરા વિસ્તારમાં જાહેરમાં બે ઇસમો વર્લી ફીચરના આંકડા લખી પૈસાની હારજીતનો જુગાર રમતા હોય જે આધારે રેઇડ કરતા બે ઇસમો ભરતભાઇ ગોરધનભાઇ પાટડીયા (ઉ.વ. ૩૩ રહે. પંચમુખી ઢોરા, ટેલીફોન એક્ષચેન્જ પાસે, હળવદ) અને પ્રદિપભાઇ સંજયભાઇ ભામરે (ઉવ-૨૮ રહે. જી.આઇ.ડી.સી.દુધ ડેરી પાસે, હળવદ)ને રોકડા રૂપિયા ૧૫૦૦૦ તથા વરલી સાહિત્ય, મોબાઇલફોન નંગ-૦૨ મળી કુલ રૂ. ૨૫,૨૭૦ ના મુદામાલ સાથે ઝડપી લીધા હતા.જ્યારે આરોપી અનિલભાઇ જેરામભાઇ દેકાવાડીયા (રહે. ટેલીફોન એક્ષચેન્જ પાછળ, હળવદ) હાજર નહિ મળી આવતા આ ત્રણ ઇસમો વિરૂધ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે જુગારધારા તળે ગુનો નોધાવી આગળની ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Related Articles

Total Website visit

1,502,746

TRENDING NOW