Saturday, May 3, 2025

હળવદના ધારાસભ્ય પરષોત્તમ સાબરીયાએ મીઠાના અગરિયાની મુલાકાત લઈ વળતરની કરી માંગ કરી

Advertisement
Advertisement
Advertisement

( અહેવાલ: ભવિષ જોષી – હળવદ)

હળવદમાં વરસાદ અને વાવાજોડાના કારણે ખેડૂત સહિત રણમાં મીઠું પકવતા અગરિયાઓને પણ ભારે નુકશાન થયું છે. ત્યારે આજે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય સાબરીયાએ રણ કાંઠાના અગરિયાઓના પરિવારની મુલાકાત લઈ રૂબરૂ પરિસ્થિતિનો તાગ મેળવી રાજ્યના મુખ્યમંત્રીને અગરિયાઓ ને થયેલી નુકશાનીનો સર્વે કરાવી સહાય ચૂકવવા લેખીતમાં રજૂઆત કરવામાં આવી હતી.

ટાઢ તડકો વેઠીને કાળી મજૂરી કરી મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા પરિવારોએ મીઠું પકવીને તૈયાર કરી દીધું હતું. તેવા સમયે વરસાદ અને તૈકેત વાવાઝોડુંના અસર ના કારણે ભારે નુકશાની થઈ છે. જેને લઇ અગરિયા પરિવારો દ્વારા સહાય ચૂકવવા માટે અગાઉ હળવદ મામલતદાર ને રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે આજે હળવદ-ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરસોત્તમભાઈ સાબરિયા અને સુરેન્દ્રનગર જીલ્લા પંચાયતના સદસ્ય પપ્પુભાઈ ઠાકોરે રણકાંઠાના મીઠું પકવતા અગરિયઓની રૂબરૂ મુલાકાત લઈ પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો.

Related Articles

Total Website visit

1,502,717

TRENDING NOW