Friday, May 2, 2025

હળવદના ચાડધ્રા ગામે હિટાચી મશીન ચલાવવા બાબતે બે જુથો વચ્ચે બઘડાટી

Advertisement
Advertisement
Advertisement

હળવદના ચાડધ્રા ગામે નદીમાં હીટાચી મશીન ચલાવવા બાબતે બે જુથો વચ્ચે બઘડાટી બોલી હતી. બન્ને જુથો હથિયારો વડે એકબીજા ઉપર હૂમલો કર્યો હતો. આ બનાવ અંગે બન્ને પક્ષે હળવદ પોલીસ મથકે સામસામી ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી મુજબ પોરબંદરના રાણાવાવ વાડી પ્લોટમાં રહેતા અને હિટાચી મશીનનો ધંધો કરતા રવીદાનભાઇ કનુભાઇ ઇસરાણીએ આરોપીઓ કિરીટભાઇ હરીશંગભાઇ ટાપરીયા, નવલદાન અંબાદાન ટાપરીયા, દોલતભાઇ હરીશંગભાઇ ટાપરીયા, ધર્મેંદ્ર માધુભા ટાપરીયા, દિનેશ હરીશંગભાઇ ટાપરીયા (રહે.તમામ ચાડધ્રા તા.હળવદ) વિરૂધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ગત તા.13 ના રોજ રાત્રીના આશરે અગ્યારેક વાગ્યે ફરીયાદી તથા સાહેદો ફરીયાદીનુ હીટાચી મશીન લેવા માટે ગયેલ હોય તે દરમ્યાન આરોપીએ ફરીયાદીને તેનુ હીટાચી મશીન લઇ જવાનુ નથી તેમ કહી ગાળો આપી બોલાચાલી કરી જમણા કાન પાસે લોખંડનો પાઇપ મારી ઇજા કરી તથા તમામ આરોપીઓએ હથીયારો ધારણ કરી ફરીયાદીને ડાબા હાથે મુંઢ જેવી ઇજા કરી આડેધડ માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

જ્યારે વળતી ફરીયાદમાં હળવદના ચાડધ્રા ગામે રહી ખેતી કરતા દોલતભાઇ હરીશંગભાઇ ટાપરીયાએ આરોપીઓ રવીદાનભાઇ કનુભાઇ ઇસરાણી (રહે.રાણાવાવ વાડી પ્લોટ તા.રાણાવાવ જી.પોરબંદર), સંજય ગંભીરદાન ગઢવી (મુળ.ચાડધ્રા હાલ રહે.સુરત), નિતિન હરીશંગ ગઢવી (રહે.સરી તા.સાણંદ) વિરૂધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી કે, ફરીયાદીએ આ આરોપીને કહેલ કે તારૂ હિટાચી મશીન નદિમાં ચલાવવાનુ નથી તેમ કહેતા આ આરોપી એકદમ ઉશ્કેરાઇ ગયેલ અને ગાળો બોલતા બોલતા એક મુક્કો ફરીયાદીને મોઢાના ભાગે મારી મુંઢ ઇજા કરી તેમજ સાહેદ દિનેશભાઇ હરીશંગભાઇને આરોપીએ ડાબા કાન પાસે હથોડી સરકતી મારતા લોહી નિકળવા લાગેલ તેમજ આરોપીએ સાહેદ દિનેશ હરીશંગને લાકડીથી મુંઢ ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં હળવદ પોલીસે બન્ને પક્ષની સામસામી ફરિયાદ નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,706

TRENDING NOW