હળવદના ચરાડવા ગામે સરપંચને જાનથી મારવાની ધમકી
મળતી માહિતી અનુસાર હળવદના ચરાડવા ગામે રહેતા અને ગ્રામ પંચાયતમાં સરપંચ તરીકે ફરજ બજાવતા લક્ષ્મીબેન રતીલાલભાઈ પરમાર (ઉ.વ.૬૫) એ એજ ગામમાં રહેતા અનિલ હસુભાઈ ચૌહાણ વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ કરેલ કે ફરીયાદી ચરાડવા ગામના સરપંચ હોઈ જેથી આરોપીએ પોતાની ઘરની પાછળ આવેલ ખુલ્લા પ્લોટમા ગાયના વાછરડુનું મોત થયેલ હોય જે વાછરડાને દોરડાથી મોટરસાયકલ પાછળ બાધી ફરીયાદીના ઘર સામે શેરીમા ફેકી અને ફરીયાદી તથા તેના સાથીઓને અપશબ્દ ગાળો બોલી બોલાચાલી ઝઘડો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાની ફરીયાદ હળવદ તાલુકા પોલીન ખાતે કરવામાં આવેલ હતી જે ફરીયાદના આધારે ગુન્હો નોંધી હળવદ પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરેલ છે .





