વાંકાનેર : હળવદમાં રહેતી યુવતી પોતાની ભાભી સાથે હટાણું કરવા આવી હતી જે બુટીયા લેવા બજારમાં જવાનું કહી લાપત્તા થઈ ગઈ હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
મળતી માહિતી મુજબ વાંકાનેરમાં સીટી સ્ટેશન રોડ હરેશભાઇ રાતડીયાવાળાની દુકાન પાસે સોનલબેન લાલાભાઇ સેફાત્રા (ઉ.વ.૨૨, રહે.ખેતરડી, તા.હળવદ) પોતાના ગામ ખેતરડીથી વાંકાનેર પોતાની ભાભી સાથે હટાણુ કરવા આવેલ હોય અને સીટી સ્ટેશન રોડ પરથી બપોરના આશરે દોઢેક વાગ્યાના સુમારે પોતાની ભાભીને પોતે બુટીયા લેવા મેઇન બજારમાં જવાનુ કહીને ગયેલ હોય જે પરત નહિ આવતા અને શોધખોળ કરવા છતા આજદિન સુધી મળી આવેલ ન હોવાથી તેના પિતાએ વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં ગુમ થયાંની ફરિયાદ નોંધાવી હતી.