હળવદના કવાડિયામાં સામાન્ય બોલાચાલીમાં આધેડ મહિલા સહિત ત્રણને માર માર્યો
હળવદ: હળવદ તાલુકાના કવાડીયા ગામે સામાન્ય બોલાચાલીમાં મહીલા સહિત ત્રણ વ્યકિતઓને સાત શખ્સોએ માર માર્યો હોવાની ભોગ બનનાર મહીલાએ સાત શખ્સો વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના કવાડીયા ગામે રહેતા દુધીબેન હનુભાઈ શિહોરા (ઉ.વ.૪૨) એ આરોપી વિશાલ અરજણભાઇ ચારોલા, અમીત અરજણભાઇ ચારોલા, અરજણભાઇ શંકરભાઇ ચારોલા, અજીતભાઇ ઘનશ્યામભાઇ, નિલેશભાઇ મશરૂભાઇ, અશ્વિનભાઇ તીકુભાઇ, રમેશભાઇ રણછોડભાઇ કોળી રહે બધા કવાડીયા તા-હળવદ વાળા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે કે ગત તા ૧૪-૦૧-૨૦૩૩ ના રોજ સાંજના પાંચેક વાગ્યાના અરસામાં આરોપી વિશાલે સાહેદ વીનુભાઇ દેવીપુજકને ફરીયાદીના ઘર પાસે શેરીમા ગાળો દેતા હોય જે ગાળો દેવાની ફરીયાદીએ ના પાડતા આરોપી વિશાલને સારૂ ના લાગતા આરોપીએ ફરીયાદીને ગાળો આપી છુટો પથ્થર મારી માથામા ઇજા કરી તથા આરોપી વિશાલે હાથમા ધોકા તથા પાઇપ લઇ આવી ગાળો બોલી ઝધડો કરી ફરી ને આરોપી વિશાલે ફરીયાદીને ધોકાથી ડાબા તથા જમણા કાન ઉપર માથામા મારી ફુટ ઇજા કરી તથા સાહેદ કિશનભાઇને આરોપી અજીતભાઈએ પાઇપ વતી માથામા ફુટની ઇજા કરી તથા અન્ય સાહેદો વચ્ચે છોડાવવા પડતા તેઓને પણ આરોપીઓએ હથીયારથી મારી શરીરે મુઢ ઇજાઓ કરી તથા આરોપી નિલેશભાઈ, અશ્વિનભાઈ, અને રમેશભાઈએ પાછળથી આવી ફરીયાદી તથા સાહેદોને ગાળો આપી છુટા પથ્થરના ઘા મારી માર માર્યો હોવાની ભોગ બનનાર દુધીબેને આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાવતા ફરીયાદના આધારે આરોપી અશ્વિનભાઈ તીકુભાઈ કોળીને પોલીસે ઝડપી પાડયો છે જ્યારે અન્ય આરોપીઓને પકડી પાડવા શોધખોળ હાથ ધરી છે તેમજ તમામ આરોપીઓ વિરુદ્ધ હળવદ પોલીસે હથિયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.