Wednesday, March 18, 2026

હળવદના દેવળીયા નજીક પેટ્રોલ પંપમાંથી રૂ.10 લાખ લઈ કર્મચારી ફરાર, વિશ્વાસઘાતની ફરીયાદ નોંધાઈ

Advertisement
Advertisement
Advertisement

હળવદ તાલુકાના જુના દેવળીયા ગામ નજીક નારાયણ પેટ્રોલપંપમાંથી કર્મચારી રૂ.૧૦લાખ લઈ નાશી છુટયો હોવાની હળવદ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ.

મળતી માહિતી મુજબ હળવદ તાલુકાનાં જુના દેવળીયા ગામે રહેતા કાન્તીલાલ અમરશીભાઇ અઘારા (ઉ.વ.૫૭) એ આરોપી ગોવિંદભાઇ મગનભાઇ રબારી (રહે.ધ્રેચાણ તા.સુઇગામ જી.બનાસકાંઠા હાલ રહે.નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમ તા.હળવદ) વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે કે, તા. ૨૨ ના રોજ નારાયણ પેટ્રોલપંપ જુના દેવળીયા ગામની સીમમાં ફરીયાદીને આરોપીએ વિશ્વાસમાં લઇ ફરીયાદીના રૂ.૧૦ લાખ પોતાના પેટ્રોલપંપના રસોડાની ઓરડીમા આવેલ શેટીના ખાનામા રાખવાનુ જણાવી ફરીયાદીએ આરોપી ઉપર વિશ્વાસ રાખી પેટ્રોલપંપના રસોડામા આવેલ શેટીના ખાનામા રૂ.૧૦ લાખ રાખેલ જે લઇ જઇ ફરીયાદી સાથે વિશ્વાસધાત છેતરપિંડી કરી હતી. આ બનાવમાં ફરીયાદનાં આધારે હળવદ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,598,036

TRENDING NOW