હળવદ તાલુકાના ના ચરાડવા ગામે થી જીક્યારી જવાના રસ્તે આરોપી દારૂ નો વેપાર કરતો હોવાની બાતમી મળતા મોરબી એલ સી બી એ દરોડો પાડી ૬૯ બોટલ ઇંગ્લિશ દારૂ સાથે 30600 નો મુદ્દામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશન એ ફરિયાદ નોંધી જડપી લેવા તપાસ હાથ ધરી હતી
બનાવ ની હળવદ પોલીસ જાણવા મળતી માહિતી મુજબ મોરબી એલસીબી ના દશરથસિંહ પરમાર અને ટીમ ને બાતમી મળી હતી ચરાડવા રહેતા શશીકાંત મૂળજીભાઈ ચાવડા તેની ચરાડવા થી જિક્યારી જવાના રસ્તે વાડી માં ગેર કાયદેસર રીતે ભારત બનાવટ નો ઇંગ્લિશ દારૂ ઓલ સીઝન ૭૫૦ મિલી કાચ ની કંપની સિલ પેક બોટલ ૨૧ કિંમત રૂ ૧૨૬૦૦/- તથા મેકડોવેલ નંબર – ૧ વ્હિસ્કી ની ૭૫૦ મિલીની પેક બોટલો નંગ – ૬૯ કુલ ૩૦૬૦૦/- નો જથ્થો વેચાણ કરવાના ઇરાદે રાખી આરોપી સ્થળ પર હાજર નહિ મળી આવતા આરોપી શશીકાંત મૂળજીભાઈ ચાવડા વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેને ઝડપી લેવા તપાસ હાથ ધરી