માળિયાના હરિપર ગામના પાટિયા નજીકથી સ્વીફ્ટ કારમાં બિયરના 264 ટીનના જથ્થા સાથે નીકળેલા આરોપીને માળીયા પોલીસે ઝડપી લીધો હતો.પોલીસે આરોપીના કબ્જામાંથી કાર સહિત રૂ. 5.26 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
મળતી માહિતી મુજબ માળિયા પોલીસે હરિપર ગામના પાટિયા નજીક નેશનલ હાઇવે ઉપર સ્વીફ્ટ કાર રજી નં- GJ-36-R-8979 અટકાવી કારની તલાશી લેતા કારમાંથી રૂ. 26,400ની કિંમતના 264 ટીન બિયરનો જથ્થા ઝડપાયો હતો. જેથી પોલીસે કારચાલક રફીક તાજમહમદભાઈ ભટ્ટી (ઉ.વ.23)રહે. માળિયા- નગરપાલિકાની કચેરી સામેવાળાને ઝડપી લીધો હતો. આ ઉપરાંત પોલીસે આરોપી રફીક પાસેથી રૂ.26,400ના બિયરના ટીન અને રૂ. 5 લાખની સ્વીફ્ટ કાર મળી કુલ રૂ. 5,26,400નો મુદ્દામાલ ઝડપી પાડી આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.