મોરબી: VISWAS પ્રોજેકટ અંતર્ગત લાગેલ મોરબી શહેર સીસીટીવી તેમજ ઇ ગુજકોપ પોકેટ કોપ મોબાઇલની મદદથી ટંકારા પોલીસ સ્ટેશનના વણશોધાયેલ ફેટલના અકસ્માતનો ગુન્હો ઉકેલી ગુનામા સંડોવાયેલ વાહન તથા આરોપીને ટંકારા પોલીસે પકડી પાડ્યો છે.
પોલીસ અધિક્ષક એસ.આર.ઓડેદરાની સુચના અને અતુલકુમાર બંસલ(IPS) મદદનીશ પોલીસ અધિક્ષક મોરબી વિભાગ તથા સર્કલ પોલીસ ઇન્સપેકટર વી.એલ.પટેલના માર્ગદર્શન હેઠળ મોરબી જીલ્લામા અકસ્માતના વણશોધાયેલ ગુનાઓ ઉકેલવા સુચના કરવામાં આવી હતી.
ગત તા.૦૪/૦૧/૨૦૨૨ ટંકારા પોલીસ સ્ટેશનની હદમા હરીપર ગામથી આગળ રોડ ઉપર આ કામના ફરીયાદી તથા મરણજનાર રાકેશકુમાર ભુરજીભાઇ ડોડીયા કામ કરતા હતા તે સમયે એક મહેન્દ્રા બોલેરો પીકઅપ સફેદ કલરનો ચાલક જેના નંબર કરીને ખબર ના હોય તે હડફેટે લઈ નાસી ગયેલ હોય જે બાબતે ટંકારા પો.સ્ટે.૦૦૧૨/૨૨ આઇ.પી.સી.ક.૨૭૯.૩૦૪(૨) વિ.મુજબનો ગુનો રજી થયેલ હોય જે ગુનો વણશોધાયેલ હોય જેથી પો.સ્ટે.ની અલગ અલગ ટીમ બનાવી VISWAS પ્રોજેકટ અંતર્ગત લાગેલ મોરબી શહેરમાં સીસીટીવી કેમેરાની મદદથી ચેક કરતા ગુન્હામાં સંડોવાયેલ બોલેરો પીકઅપ ગાડી રજી.નં મળી આવેલ જે GJ 36-1-5449 ના હોય જે પોકેટકોપ માં સર્ચ કરતા વાહનમાલીકનું નામ સરનામું મળી આવેલ જે આધારે ઉપરોકત ગુન્હો આચરેલ આરોપી વિનોદભાઇ જેસંગભાઇ બરારીયા (રહે.શીવનગર શેરી નં ૭ ગોંડલ રોડ રાજકોટ)ને આજરોજ તા.૦૯/૦૧/૨૦૨૨ ના પકડી પાડી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.
