Monday, March 9, 2026

હડમતીયાના પાલનપીર મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

Advertisement
Advertisement
Advertisement

હડમતીયાના પાલનપીર મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને જાનથી મારી નાંખવાની ધમકી અપાઈ

મોરબી: ટંકારા તાલુકાના હડમતીયા ગામે પાલનપીરના મેળામાં ઢીંગલો બદલાવા બાબતે બોલાચાલી કરી મહિલાને એક શખ્સે જાનથી મારી નાખવાની ધમકી આપી જાતી પ્રત્યે હડધૂત કરી હોવાની ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ વાંકાનેર રોયલ પાર્કમાં રહેતા પુજાબેન નટવરલાલ પરમાર (ઉ.વ.૪૫ ) એ આરોપી વિશાલ ભગવાનજીભાઈ કોળી રહે હડમતીયા તા. ટંકારા વાળા વિરુદ્ધ ટંકારા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી છે કે ગત તા.૨૧-૦૯-૨૦૨૨ ના રોજ બપોરના દોઢેક વાગ્યાના અરસામાં ફરિયાદી તથા સાહેદના હડમતીયા પાલનપીર મેળામા રમકડાના સ્ટોલ ઉપર આરોપી વિશાલ ભગવાનજી એ આવી ફરીયાદી સાથે ઢિંગલો બદલી આપવા બાબતે બોલાચાલી કરી ફરીયાદી તથા સાહેદને જેમ ફાવે તેમ ગાળો આપી તેમજ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરીયાદીને પોતાની જ્ઞાતી પ્રત્યે હડદુત કરી કર્યા હતા. આ બનાવ અંગે પુજાબેને ટંકારા તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે ફરીયાદના આધારે આરોપી વિરુદ્ધ ઇ.પી.કો કલમ-૩૨૩,૫૦૪,૫૦૬(૨) તથા એટ્રોસીટી એક્ટ કલમ ૩(૧)(આર),(એસ)-૩(૨)(૫-એ) મુજબ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,595,204

TRENDING NOW