Friday, May 9, 2025

હડમતિયા મુક્તિધામને “વૈકુંઠ રથ” અર્પણ કરતા ઉદ્યોગપતિ પંકજ રાણસરીયા

Advertisement
Advertisement
Advertisement

મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ પોતાના દાદીમા ના સ્મરણાર્થે હડમતિયા મુક્તિધામ ને “વૈકુંઠ રથ” અર્પણ કરી પોતાની જન્મભૂમિ કાજે વતનપ્રેમની સુહાસ પ્રસરાવી છે. જ્યારે કોઈ સ્વજનનું મૃત્યુ થાય અને તેને વૈકુંઠ ધામમાં પહોંચવા માટે વૈકુંઠ રથ બનાવવાનો વિચાર આવ્યો હતો ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દુઃખમાં સહભાગી થવાના આશય સાથે આ અનોખો વૈકુંઠ રથ તૈયાર કર્યો છે.

ટંકારા તાલુકાના હડમતિયા ગામનુ મુક્તિધામ એટલે ઈન્દ્રલોકધામ સમું આકાર પામ્યું છે ત્યારે મુક્તિધામમાં ગામના જ મોરબીના ઉધોગપતિ રાણસરીયા કાંતિલાલ તરશીભાઈના પુત્રો પંકજભાઈ તેમજ સુમિતભાઈને વિચાર આવ્યો કે જીવતા જીવની તો અનેક સેવા થાય છે પરંતુ અંતિમયાત્રાની સેવા મહાન સેવા છે તેમ વિચારી પોતાના દાદીમાં સ્વ. સવિતાબેન તરશીભાઈ રાણસરીયાના સ્મરણાર્થે માદરે વતન હડમતિયા મુક્તિધામને સ્ટેનલેસ સ્ટીલ દ્વારા બનાવેલ “વૈકુંઠ રથ” અર્પણ કરવામાં આવ્યો હતો. વૈકુંઠ રથ (સબ વાહિની રથ ) જેમાં કોઈપણ સમાજના પરિવારમાં મૃત્યું થયું હોય ત્યારે શબને આ વૈકુંઠ રથની સવારીમાં મુક્તિધામના મેઈન ગેઈટ સુધી આદર સાથે પહોંચાડવામાં આવશે ત્યારબાદ ગેઈટથી પોતાના વ્હાલા સ્વજનને કાંધ આપવામાં આવશે.

આમ સમાજ સેવાના ભેખધારી સામાજિક કાર્યકર અને મોરબીના ઉધોગપતિ પંકજભાઈ રાણસરીયાએ કોરોનાની વિક્ટ પરિસ્થિતિમાં ગરીબ દર્દીઓ માટે રાત-દિવસ એક કરીને ટિફિન સેવા તેમજ જરુર પડે ત્યાં આર્થિક મદદ પહોંચાડવામાં માનવતાને છાજે તેવું સમાજમાં તન, મન, ધનથી કચાસ રહેવા દીધી નથી ત્યારે આવા માનવતાના મસિહાની વતનપ પ્રત્યેની માનવતા ગ્રામજનોએ વધાવી હતી.

Related Articles

Total Website visit

1,502,824

TRENDING NOW