ટંકારા તાલુકાના હડમતિયા ગામે વિવિધ કાર્યોના લાભાર્થે આવતીકાલે નાટકનું આયોજન કરવામાં આવ્યું છે.
હડમતિયા ગામે આવેલ ગાયોના ગોંદરે તળાવની પાળ પાસે તા.9/૧૧/૨૦૨૧ ના રોજ લાભપાંચમે રાત્રે ૧૦ કલાકે હડમતીયા યુવા સાંસ્કૃતિક મંડળ દ્વારા ગામના વિવિધ કાર્યોના લાભાર્થે કાઠીયાવાડની ટેક અને ખમીરવંતી સૌરાષ્ટ્રની ધરાને ઝાંખી કરાવતુ ઐતિહાસીક નાટક જોગીદાસ ખુમાણ તથા સાથે પેટ પકડીને હસાવતુ કોમિક એટલે જીવણશેઠની જમાવટ ભજવાશે. આ નાટકનો લાભ લેવા જાહેર ધર્મપ્રેમી જનતાને હડમતિયા યુવા સાંસ્કૃતિક મંડળ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.