Thursday, March 12, 2026

હજનાળી પ્રાથમિક શાળામાં ICT લેબ નું ઉદઘાટન અને વાલી મિટીંગ યોજાઈ

Advertisement
Advertisement
Advertisement

હજનાળી પ્રાથમિક શાળામાં ICT લેબ નું ઉદઘાટન અને વાલી મિટીંગ યોજાઈ સરકારશ્રી દ્વારા SOE અંતર્ગત ICT - કમ્પ્યુટર લેબ આપવામાં આવી છે. જેમાં 15 કમ્પ્યુટર સેટ શાળામાં આપવામાં આવેલ છે. જે અંતર્ગત આજ રોજ તારીખ 9/12/2023 ને શનિવારના રોજ તેનું ઉદઘાટન ગામના યુવા સરપંચ શ્રી મહેશભાઈ પારેજીયા ના હસ્તે કરવામાં આવ્યું. ઉપરાંત બાળકોને આગામી સમયમાં કમ્પ્યુટર દ્વારા જે આધુનિક શિક્ષણ આપવામાં આવશે તેનાથી સરપંચશ્રી તથા તમામ ગ્રામજનોને અવગત કરવામાં આવ્યા. આ સાથે એક વાલી મિટીંગ નું પણ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બહોળી સંખ્યામાં વાલીઓ હાજર રહ્યા હતા. જેમાં બાળકોની હાજરી, NMMS પરીક્ષા બાબત, પ્રવાસ, પ્રમાણપત્ર એનાયત, બચતબેંકની જાળવણી, સતત શિક્ષકોનો સંપર્ક વગેરે મુદ્દાની વાલી સાથે ચર્ચા કરવામાં આવી. આ તમામ બાબતે વાલીઓનો સારો ઉત્સાહ જોવા મળ્યો હતો. આ વાલી મિટીંગ નું સંચાલન શાળાના આચાર્યશ્રી સંજયભાઈ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો ગોરધનભાઈ પરમાર, મોહિતભાઈ ચનિયારા, સપનાબેન પીઠડીયા, અશ્વિનભાઈ ચાવડા તથા દક્ષાબેન મકવાણા દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતમાં કાર્યક્રમની આભાર વિધિ શાળાના શિક્ષકશ્રી અમિતભાઈ ખાંભરા દ્વારા કરવામાં આવી હતી.

Related Articles

Total Website visit

1,595,557

TRENDING NOW