Monday, March 16, 2026

હજનાળી પ્રાથમિક શાળામાં જન્મદિવસની અનોખી ઉજવણી આજ રોજ મોરબી

Advertisement
Advertisement
Advertisement

શ્રી હજનાળી પ્રાથમિક શાળામાં જન્મદિવસની અનોખી ઉજવણી આજ રોજ મોરબી તાલુકાના હજનાળી ગામના અગ્રણી એવા નાગજીભાઈ કડીવારના પુત્ર એવા પિયુષભાઈની ટ્વિન્સ સુપુત્રીઓ ગ્રીવા અને ગ્રેસીનો તા.13/09/2022 ના રોજ જન્મદિવસ હોઈ તેમના જન્મદિવસની ઉજવણી શ્રી હજનાળી પ્રાથમિક શાળાનાં તમામ બાળકોને સ્કુલબેગની ભેટ આપી પ્રેરણાદાયી રીતે કરવામાં આવી.જેમાં હજનાળી પ્રા.શાળાનાં ધોરણ 1 થી 8 ના તમામ 148 બાળકોને રૂપિયા 32000/- ની કિંમતના સ્કુલબેગ આપવામાં આવ્યા. દાતાશ્રી દ્વારા શાળામાં સ્કુલ બેગનું વિતરણ કરતાં શાળાનાં તમામ બાળકો ખૂબ ખુશખુશાલ થઈ ગયા હતા. ઉપરાંત હરહંમેશ શાળા તથા બાળકો માટે જરૂરિયાતની કોઈપણ વસ્તુ માટે ગમે તે સમયે સંપર્ક કરવા માટે નાગજીભાઈ કડીવાર તથા એમના પરિવાર દ્વારા જાણ કરેલ છે. સમગ્ર સમાજ અને દુનિયા સમક્ષ પ્રેરણાદાયી જન્મદિવસની ઉજવણી કરવા બદલ આ તકે શ્રી હજનાળી પ્રા. શાળા પરિવાર કડીવાર પરિવારનો સહ્યદય આભાર વ્યક્ત કરે છે.

Related Articles

Total Website visit

1,597,707

TRENDING NOW