Saturday, May 3, 2025

હજનાળી પ્રાથમિક શાળામાં ચાવડા ઉષાબેનનો વિદાય સમારોહ અને હજનાળી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ – ઉપસરપંચ નો સન્માન સમારોહ યોજાયો*

Advertisement
Advertisement
Advertisement
  • હજનાળી પ્રાથમિક શાળામાં ચાવડા ઉષાબેનનો વિદાય સમારોહ અને હજનાળી સમરસ ગ્રામ પંચાયતના સરપંચ – ઉપસરપંચ નો સન્માન સમારોહ યોજાયો*
  • ગત્ તારીખ 5/03/2022 ને શનિવારના રોજ હજનાળી પ્રાથમિક શાળામાં છેલ્લા 16 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવતા એવા ચાવડા ઉષાબેનની મોરબી તાલુકાની અન્ય શાળામાં બદલી થતા બેનશ્રી નો વિદાય સમારોહ યોજાયો. આ તકે ઉષાબેનને સાલ, પુષ્પગુચ્છ અને હજનાળી સ્ટાફ દ્વારા ભેટ આપી આગળ પણ નિરોગી સ્વાસ્થ્ય સાથે શિક્ષક તરીકે ફરજ બજાવે અને ખૂબ પ્રગતિ કરે એવી શુભેચ્છા સાથે માનભેર વિદાય આપવામાં આવ્યા. *આ તકે ગત ગ્રામ પંચાયતની ચુંટણીમાં હજનાળી ગ્રામ પંચાયત સમરસ જાહેર થઇ હોઈ શાળા પરીવાર દ્વારા સરપંચ મહેશભાઈ પારેજીયા તથા ઉપસરપંચ રસિકભાઈ પરમારનું પણ સાલ ઓઢાડી અને પુષ્પગુચ્છ વડે સન્માન કરવામાં આવ્યું.
  • શાળા અને ગામના વિકાસલક્ષી કાર્ય માટે સતત ચિંતિત એવા સરપંચ તથા ઉપસરપંચ અને સંપૂર્ણ પંચાયત ને શાળા પરીવાર દ્વારા શુભેચ્છા પાઠવવામાં આવી. આ તકે સરપંચ મહેશભાઈ પારેજીયા દ્વારા શાળાના તમામ બાળકો માટે 5555/- રૂપિયાની સપ્રેમ ભેટ આપવામાં આવી જ્યારે ઉપસરપંચ રસિકભાઈ પરમાર દ્વારા શાળાના તમામ બાળકો ને ચવાણું અને પેંડા નો ભરપૂર નાસ્તો કરાવવામાં આવ્યો.* આ સમારોહમાં ભૂતપૂર્વ ગુરુવર એવા સાણંદિયા હેમરાજભાઈ તથા કાસુન્દ્રા કાનજીભાઈ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય ટુંડિયા ગૌતમભાઈ એ શાળાની પ્રગતિ માટે તથા બાળકોના શિક્ષણ સુધારણા માટે શક્યતઃ પ્રયાસ કરીશું એવો દ્રઢ નિર્ધાર કર્યો. શિક્ષકશ્રી પરમાર ગોરધનભાઈ તથા ચનિયારા મોહિતભાઈએ કાર્યક્રમનું સુંદર આયોજન ગોઠવ્યું હતું. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગઢવી સંજયભાઈ દ્વારા તથા કાર્યક્રમ ની આભારવિધિ ખાંભરા અમિતભાઈ દ્વારા કરી કાર્યક્રમ પૂર્ણ જાહેર કરવામાં આવ્યો.

Related Articles

Total Website visit

1,502,724

TRENDING NOW