Friday, May 2, 2025

સ્લમ અપગ્રેડેશન પોલીસી અંતર્ગત નવા વાડજમાં ૩૩ KV સબ સ્ટેશન બનાવવા જગ્યા ફળવાશે

Advertisement
Advertisement
Advertisement

ગુજરાત સ્લમ અપગ્રેડેશન પોલીસી-૨૦૧૩ અંતર્ગત રામાપીરના ટેકરા ઉપર દસ હજારથી વધુ આવાસોમાં વીજ સપ્લાય પુરો પાડવા ૩૩ કે.વી. સબ સ્ટેશન બનાવાશે. આ સબ સ્ટેશન બનાવવા ટોરેન્ટ પાવરને ૧૩૦૬ ચોરસ મીટરજગ્યા આપવા મંજૂરી માંગતી દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકવામાં આવી છે.સબ સ્ટેશન બન્યા પછી આવાસો ઉપરાંત ફ્રી લેન્ડ ડેવલપમેન્ટ સહિતના સ્થળે વીજ સપ્લાય આપી શકાશે.

નવા વાડજ વોર્ડમાં આવેલા રામાપીરના ટેકરાના નામથી જાણીતી જગ્યામાં ગુજરાત સ્લમ અપગ્રેડેશન પોલીસી-૨૦૧૩ અંતર્ગત સેકટર ૧થી ૬માં પ્રધાનમંત્રી આવાસ શહેરી યોજના અંતર્ગત તથા રાજય સરકારની સ્લમ અપગ્રેડેશન પોલીસી -૨૦૧૩ અંતર્ગત આવાસ તથા ફ્રી લેન્ડ ડેવલપમેન્ટ કરવામાં આવનાર છે. સ્માર્ટસિટી પ્રોજેકટ અંતર્ગત ટ્રાન્ઝીટ ઓરીએન્ટેડ ઝોન તરીકે ડેવલપ કરવામાં આવી રહયો છે.દરખાસ્તમાં જણાવાયા મુજબ, ટોરેન્ટ પાવર હયાત ઈન્ફ્રાસ્ટ્રકચરમાંથી પાવર સપ્લાય આપી શકે એમ નથી. છેલ્લા બે વર્ષથી મ્યુનિસિપલ કોર્પોરેશનને અંદાજે ૧૩૦૦ ચોરસ મીટર જગ્યા ૩૩ કે.વી.સબ સ્ટેશન બનાવવા ફાળવવા માટે રજૂઆત કરવામાં આવતી હતી.અપવાદરુપે ખાસ કિસ્સા તરીકે આ જગ્યા ૯૯ વર્ષના ભાડા પટ્ટે રાજય સરકારની મંજુરીની અપેક્ષાએ ફાળવવા સહિતની અન્ય કાર્યવાહી કરવા મ્યુનિસિપલ કમિશનરને સત્તા આપવામાં આવશે.

Related Articles

Total Website visit

1,502,627

TRENDING NOW