સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં લુખ્ખાઓનો આંતક ,ઓફિસમાં ઘુસી ફેકટરી માલિક સાથે કરી મારઝૂડ
મોરબી: મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાક્ટરને હિસાબ કરી છૂટો કરી દેવતા માથાભારેની છાપ ધરાવતા જાટ કોન્ટ્રાક્ટરે ફેકટરીમાં ખુલ્લી તલવાર સાથે ધસી આવ્યા હતા અને કાખાનાના માલિકને માર માર્યો હોવાની ફરીયાદ નોંધાવતા મોરબી તાલુકા પોલીસે બન્ને આરોપીને ઝડપી પાડયા છે.
મળતી માહિતી મુજબ મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં આવેલ સ્પેન્ટાગોન સિરામિક કારખાનામાં કોન્ટ્રાકટ ધરવતા પરપ્રાંતિય કોન્ટ્રાક્ટર રણબીર જાટ, (રહે. પાવડીયારી)ને કોઈ કારણોસર ફેકટરી માલિકે છૂટો કરી હિસાબ કરી દેતા રોષે ભરાયેલા આ કોન્ટ્રાકટર અને તેના માણસે આંતક મચાવ્યો હતો બન્ને શખ્સો કારખાનામાં ખુલ્લી તલવાર સાથે ધસી જઈ કારખાના સંચાલક ફરીયાદીના ભાઈ પિન્ટુભાઈ નરભેરામભાઈ બારૈયાને માર માર્યો હતો. આ બનાવ અંગે કારખાનાના માલિક પ્રકાશભાઇએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવતા પોલીસે બંને લુખ્ખાઓને પકડી લીધા હતા. આરોપીઓ વિરુદ્ધ હથીયાર બંધી જાહેરનામા ભંગ હેઠળ ગુન્હો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.





