Saturday, March 7, 2026

સ્કોર્પિયો કારમા દેશી દારૂ સાથે એક ઝડપાયો ચાર ફરાર પાંચ સામે ગુન્હો નોંધાયો

Advertisement
Advertisement
Advertisement

સ્કોર્પિયો કારમા દેશી દારૂ સાથે એક ઝડપાયો ચાર ફરાર પાંચ સામે ગુન્હો નોંધાયો

મળતી માહિતી મુજબ, ગઈકાલે માળીયા(મી) ના વીર વિદરકા ગામના પાટીયા પાસે સ્થાનિક લોકોએ દેશી દારૂની હેરાફેરી કરતી એક સ્કોર્પિયો કાર સહિત એક વ્યક્તિને ઝડપી લીધેલ હોવાનો કોલ મળતાની સાથે માળીયા(મી) પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી, જ્યાંથી પોલીસે સ્કોર્પિયો કાર રજી.નં. જીજે-૩૬-એઆર-૦૦૧૫ માંથી ૧૫૦ લીટર દેશી દારૂ સહિત ડ્રાઇવિંગ સિતની બાજુમાં બેઠેલ આરોપી રાજેશભાઇ હરજીભાઈ ચાવડા ઉવ.૧૯ રહે. ટીંબડી ગામના પાટીયા પાસે શ્રીહરિ સોસાયટી મૂળગામ હરીપર તા.માળીયા(મી) વાળાની અટક કરી હતી, જ્યારે સ્કોર્પિયો કાર ચાલક ઈરફાન સહિત ચાર ઈસમો જનતા રેઇડ દરમિયાન નાસી ભાગી ગયા હતા, જેથી પોલીસે તે તમામ આરોપીઓને ફરાર દર્શાવ્યા હતા. હાલ તાલુકા પોલીસ માળિયા દ્વારા પાંચ જેટલા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી કરી હતી.

Related Articles

Total Website visit

1,595,065

TRENDING NOW