મોરબી : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા ટી-20 લીગનું આયોજન કરવામાં આવ્યું છે જે મહિલા ટી-20 લીગમાં ટીમ રેડના હેડ કોચ તરીકે મોરબીના કોચ નિશાંત જાનીને એપોઈન્ટ કરીને જવાબદારી સોંપવામાં આવી છે. ટી-20 લીગમાં ટીમ રેડ, ટીમ ગ્રીન, ટીમ યેલો અને ટીમ બ્લુ એમ ચાર ટીમો ભાગ લેશે જેના માટે તા. 05 થી 07 દરમિયાન પ્રેક્ટીસ કેમ્પ યોજાયો હતો અને તા. 08, 09 અને 10 ના રોજ લીગ મેચ રમાશે અને 12 તારીખે ફાઈનલ મેચ રમાશે.
સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશન દ્વારા વિમેન્સ માટેની સિલેકશન મેચનું આયોજન કરીને પ્રેસિડેન્ટ જયદેવ શાહ દ્વારા શુભ સંકેત આપવામાં આવ્યો છે અને મેન્સ ક્રિકેટ સાથે વિમેન્સ ક્રિકેટને આગળ લઈ જવાના સંકલ્પને ઉજાગર કર્યો છે. જયદેવ શાહ હાલ ટીમ ઈન્ડીયામાં પણ રીપ્રેઝન્ટેટીવ છે જેથી તેને કાંતિભાઈ અમૃતિયા પણ મોરબી જીલ્લાના પ્રમુખ તરીકે ક્રિકેટને આગળ વધારે તેવી શુભેચ્છાઓ પાઠવી છે અને કોચ નિશાંત જાનીને અભિનંદન પાઠવ્યા છે.