Tuesday, March 10, 2026

સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા માટે નવરંગ નેચર ક્લબ રાજકોટની પહેલ.

Advertisement
Advertisement
Advertisement

સૌરાષ્ટ્રને હરિયાળું બનાવવા માટે નવરંગ નેચર ક્લબ રાજકોટની પહેલ.

ભારતીય વનનીતિ મુજબ કુલ જમીનના 33% વિસ્તારમાં વૃક્ષો હોવા જોઈએ પરંતુ ગુજરાતમાં કુલ વિસ્તારના 10% જંગલો છે જંગલો વધારવા માટે સરકાર પાસે હવે જમીન નથી પરંતુ ૯૦ ટકા લોકો જ્યાં રહે છે ત્યાં લોકો પોતાની રીતે વૃક્ષો વાવતા થાય તે ખૂબ જરૂરી બન્યું છે ત્યારે આવતા ચોમાસામાં સૌરાષ્ટ્ર અને કચ્છના 200 ગામમાં ગામ દીઠ હજાર રોપાઓ વિનામૂલ્ય પહોંચાડવા માટે નવરંગ નેચર ક્લબ એ પહેલ કરી છે.

ઉપરાંત નવરંગ નેચરલ ક્લબ દ્વારા તાલુકા મથકે પણ કલમી ફળાઓ રોપા રાહત દરે આપે છે ઉપરાંત ત્યારે લોકોને પણ આંગણે શાકભાજી વાવવા માટેની પણ પહેલ કરવામાં આવી છે. ગુજરાતીની એક કહેવત, ઝાઝા હાથ રળિયામણા મુજબ આ પવિત્ર કાર્યમાં જનતા પણ જોડાય અને વૃક્ષો વાવવા માટે આગળ આવે અને વૃક્ષોનું જતન કરે તેવી પહેલ નવરંગ નેચર ક્લબ દ્વારા કરવામાં આવી છે.

તદુપરાંત વરસાદી પાણી ધરતીમાં ઉતરે તેવા પ્રયત્નો કરવાની તાતી જરૂર છે અને પ્લાસ્ટિકનો વપરાશ જેટલો પણ ઘટે તેટલો ઘટાડી પૃથ્વી પરનું પર્યાવરણ શુદ્ધ રહે તે માટે સૌ મળીને આ મિશન ની અંદર જોડાઈએ તેવી પહેલ નવરંગ નેચર ક્લબના વી.ડી. બાલા (નિવૃત્ત રેન્જ ફોરેસ્ટ ઓફિસર)એ કરી છે

Related Articles

Total Website visit

1,595,224

TRENDING NOW