Sunday, May 4, 2025

સૌરાષ્ટ્રના પૂરગ્રસ્તોની મદદ માટે મોરારીબાપુએ મુખ્યમંત્રી રાહતનિધિમાં 25 લાખ અર્પણ કર્યા

Advertisement
Advertisement
Advertisement

મોરબી: નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલની અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતના અહેવાલોથી પ્રેરિત થઇ રાજપીઠના સેવાકાર્યમાં વ્યાસપીઠના સહયોગ રૂપે મોરારીબાપૂની જાહેરાત કરી છે. જેમાં સૌરાષ્ટ્ર પ્રદેશના રાજકોટ, જૂનાગઢ, જામનગરના અનેક વિસ્તારોમાં થયેલા અતિ ભારે વરસાદથી પ્રભાવિત થયેલા અસરગ્રસ્તોની સહાય માટે પ્રસિદ્ધ રામ કથાકાર મોરારીબાપૂએ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે. પૂજ્ય મોરારીબાપૂ હાલ દાર્જિલીંગમાં રામ કથા માટે ગયેલા છે.

નવનિયુકત મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ભારે વરસાદ પ્રભાવિત ગ્રામજનો-લોકોની સ્થિતીની જાત માહિતી મેળવવા આ વિસ્તારોની ગઇકાલે કરેલી મુલાકાતના અહેવાલોની જાણ મોરારીબાપૂને દાર્જિલીંગમાં થતાં તેમણે રાજપીઠ સાથે વ્યાસપીઠના સહયોગ દાયિત્વ રૂપે આ રૂ. રપ લાખનું દાન મુખ્યમંત્રી રાહતનિધિમાં અર્પણ કર્યુ છે.

Related Articles

Total Website visit

1,502,736

TRENDING NOW