સોમનાથ મંદિર ટ્રસ્ટ ના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા પરિવાર સાથે પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં દર્શને
આજરોજ તારીખ 12/10/2024 ને શનિવારના રોજ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના સેક્રેટરી શ્રી યોગેન્દ્ર દેસાઈ સાહેબ તેમજ સોમનાથ મંદિર ટ્રસ્ટ ના મેનેજર શ્રી વિજયસિંહ ચાવડા પરિવાર સાથે પાળીયાદ પૂજ્ય શ્રી વિસામણબાપુ ની જગ્યામાં દર્શને આવેલ અને પરમ પૂજ્ય શ્રી શ્રી 1008 મહામંડલેશ્વર મહંત શ્રી નિર્મળાબા ના દર્શન કરી પૂજ્ય શ્રી ભયલુબાપુની શુભેચ્છા મુલાકાત કરી પૂજ્ય ભયલુબાપુ દ્વારા દેસાઈ સાહેબ નું અને વિજયસિંહ ચાવડા નું ઠાકર ની સ્મૃતિ આપી શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું ત્યારબાદ શ્રી બણકલ ગૌશાળા માં ગાય માતા ને ગોળ નો પ્રસાદ આપી જગ્યાની ભોજનાલય,અશ્વશાળા અને સંસ્થાની ચોખ્ખાઈ જોઈ સાહેબે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો.
અહેવાલ કનુભાઈ ખાચર