મોરબી : સુરેન્દ્રનગર સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના મારામારીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપીને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે અયોધ્યાપુરી રોડ ઉપર પાનના ગલ્લેથી ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ મોરબી સીટી એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન બાતમીને આધારે સુરેન્દ્રનગર એ ડીવીઝન પોલીસ મથકના મારામારીના ગુન્હામાં છેલ્લા દોઢ વર્ષથી નાસતા ફરતા આરોપી શકીલ ઉર્ફે બાપુડી સતારભાઈ કાદરી (ઉં.વ. 24, રહે. જોન્સનગર લાતી પ્લોટ, મોરબી) ને અયોધ્યાપુરી રોડ પર આવેલ કોહીનુર પાન પાસેથી ઝડપી પાડીને આગળની કાર્યવાહી અર્થે સુરેન્દ્રનગર પોલીસને સોંપવા તજવીજ હાથ ધરી છે.





