સુરેન્દ્રનગરમાં ઇંગ્લિશ દારૂની હેરાફેરીના ગુન્હામાં નાસતો ફરતો આરોપી મોરબીથી ઝડપાયો.
આ અંગે મળતી માહિતી મુજબ એલસીબી/પેરોલ ફલો સ્કવોડ ને ખાનગી રાહે બાતમી મળી હોઈ કે સુરેન્દ્રનગર જિલ્લાના પાટડી પોલીસ સ્ટેશનમાં દારૂની હેરાફેરીના ગુન્હાનો આરોપી જયંતિ ઉર્ફે બાવલો બચુભાઈ સાઢમિયા (રહે, સાયલા, સુરેન્દ્રનગર) વાળો હાલ મોરબી ખાતે મહારાણા પ્રતાપ સર્કલ સામે બસ સ્ટોપ પાસે ઊભો હોઈ ત્યારે પોલીસ દ્વારા મળેલ બાતમીના આધારે હકીકત વાળી જગ્યા પર રેઇડ કરતા આ કામનો આરોપી જયંતિ ઉર્ફે બાવલો બચુભાઈ સાઢમિયા મળી આવતા તેને સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સોંપી સુરેન્દ્રનગર પોલીસને જાણ કરવા તજવીજ હાથ ધરી છે.