સુપર માર્કેટ નજીકથી બાઈક ચોરાયું.
મોરબીના શનાળા રોડ પર સુપર માર્કેટ પાસેથી ધ્રોલ તાલુકાના લતિપર ગામે રહેતા યુવાનનું બાઈક ચોરાયું હોઈ ત્યારે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.
ત્યારે આ અંગે મળતી માહિતી મુજબ મોરબીના શનાળા રોડ ઉપર સુપરમાર્કેટ પાસેથી ધ્રોલ તાલુકાના લતીપર ગામે રહેતા ફરિયાદી રાહુલભાઇ રાજેશભાઇ ગજીયાની માલિકીનું રૂપિયા 40 હજારની કિંમતનું કાળા કલરનું સ્પેંન્ડર પ્લસ મોટર સાયકલ અજાણ્યો તસ્કર ચોરી જતા સીટી એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.