સુજલોન ફાઉન્ડેશન દ્વારા જાજાસરની પ્રાથમિક શાળામાં 4 કોમ્યુટર અર્પણ કરાયા
માળીયા (મી.) : સુજલોન ફાઉન્ડેશન દ્વારા જાજાસર પ્રાથમિક શાળા ના વિદ્યાર્થીઓ કમ્પ્યુટર અંગેનું જ્ઞાન મેળવે એ હેતુથી કમ્પ્યુટર લેબ માટે ૪ (ચાર) કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા .

“શુભ રીઆલીટી (સાઉથ પ્રાઇવેટ લિમિટેડ) ” સુજલોન ફાઉન્ડેશન દ્વારા જાજાસર શાળા લેબ ૪ કમ્પ્યુટર સિસ્ટમ શાળાને અર્પણ કરવામાં આવ્યા હતા. આ તકે ગામના સરપંચ મનુભાઈ તથા ગામના આગેવાન સહિત એસએમસી અધ્યક્ષ જેઠાભાઈ ઉપસ્થિત રહ્યા હતા. આજના ટેકનોલોજીના યુગમાં બાળકોને કમ્પ્યુટરનું જ્ઞાન મેળવે એવા ઉમદા હેતુથી ભેટ આપવામાં આવ્યા હતા. જાજાસર પ્રાથમિક શાળા આચાર્ય ધીરુભાઈ મિયાત્રા તેમજ શાળા પરિવાર દ્વારા ” સુજલોન ફાઉન્ડેશન ” અને તેમની ટીમનો આભાર માનવામાં આવ્યો હતો. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભાવેશભાઈ દ્વારા કરવામાં આવ્યું હતું.
