હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે સુંદરીભવાની મંદિર પાછળ સ્ટ્રીટ લાઈટ ના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા પાંચ પત્તાપ્રેમીઓનેં હળવદ પોલીસે પકડી પાડેલ છે.
મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુંદરીભવાની ગામે સુંદરીભવાની મંદિર પાછળ સ્ટ્રીટ લાઈટ ના અજવાળે તીનપત્તીનો જુગાર રમતા આરોપીઓ લાલજીભાઇ ગેલાભાઇ ખરગીયા,જયપાલભાઇ ગોરધનભાઇ સરવૈયા, ગોપાલભાઇ મોતીભાઇ ધ્રાંગીયા, રણછોડભાઇ ઝાલાભાઇ ડાભી, ગોપાલભાઇ રતીલાલ ભાઇ, (રહે બધાં ગામ સુંદરીભવાની તા.હળવદ) નેં રોકડ રકમ રૂ. ૧૨,૧૦૦ ના મુદામાલ સાથે હળવદ પોલીસે પકડી પાડેલ છે. આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગૂન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.