સુંદરગઢ ગામની સીમમાં સાત જુગારીઓ ઝડપાયા.
હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની સીમમાં સાત જુગારીઓ પત્તા રમતા હોઈ ત્યારે પોલીસ દ્વારા ત્યાં દરોડો પાડતા ચાર આરોપી ઝડપાય ગયા હતા અને ત્રણ આરોપીઓ નાશી છૂટયા હતા. ત્યારે તેમના વિરૂદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ત્યારે આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ હળવદ તાલુકાના જુના સુંદરગઢ ગામની કરાર સીમમાં પોલીસે બાતમીને આધારે દરોડો પાડયો હતો. આ દરોડા દરમિયાન આરોપી લાલજીભાઇ કુકાભાઇ ચરમારી, કુકાભાઇ જગાભાઇ પંચાસરા, જેરામભાઇ મેરાભાઇ ચરમારી, મેરાભાઇ ખેતાભાઇ લાંબરીયા નામના શખ્સો ઝડપાઇ ગયા હતા જ્યારે ધનજીભાઇ ગેલાભાઇ ઉડેચા, રમેશભાઇ ગોરધનભાઇ ચરમારી અને મુકેશભાઇ જગાભાઇ ચરમારી નાસી જતા પોલીસે સાતેય વિરુદ્ધ જુગારધારા અન્વયે ગુન્હો નોંધી જુગારના પટ્ટમાંથી રોકડા રૂપિયા 65,600 કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.