Wednesday, May 7, 2025

સીરામીક કારખાનામાંથી ઈલેક્ટ્રીક એસી અને ડ્રાઇવ ચોરનાર પાંચ ઈસમો ઝડપાયા,છ લાખનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો

Advertisement
Advertisement
Advertisement

પાછલા એકાદ વર્ષથી મોરબી તાલુકામાં આવેલ સીરામીકના કારખાનમાંથી ઇલેક્ટ્રિક એસી ડ્રાંઇવની ચોરી કરતી ગેંગના પાંચ ઈસમોને મોરબી તાલુકા પોલીસે ૭૮ નંગ ચોરાઉ ડ્રાઇવ સાથે ઝડપી લીધા છે. છ લાખના મુદામાલ સાથે ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

મોરબીના લગધીરપુર રોડ ઉપર આવેલ સીરામીકના કારખાનામાથી ચોરી થયેલ ઇલેકટ્રીક એ.સી. ડ્રાઇવનો મુદામાલ સાથે બે શખ્સો હિરો હોન્ડા બાઈક – GJ-13 – J-1381 સાથે લઇ લગધીરપુર રોડ ઉપર આવેલ કેનાલ પાસે સામાન વેચવાની ફિરાકમાં છે. જે બાતમીને આધારે પોલીસે દોડી જઇ વોચ ગોઠવી હતી. આ દરમિયાન લગધીર કેનાલ પાસે ત્રણ શખ્સો ઉભા હતા. બે શખ્સો એક બાચકામાં સીરામીકના કારખાનામાં વપરાતી ઇલેકટ્રીક એ.સી.ની ડ્રાંઇવ વેંચતા હોય જેથી પોલીસે પાચેય ઇસમોને કોર્ડન કરી બાઈકમાં આવેલ બન્ને ઇસમોની આકરી પૂછપરછ કરતા બન્ને ઇસમોએ હિમસન કોલ્કની બાજુમા મોરબી,સીરામીકમાંથી ચોરી કરી મેળવેલ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૨૫ તેમજ પકડાયેલ ઇસમોની પુછપરછ દરમ્યાન તેઓએ અન્ય કારખાનામાથી ચોરી કરી સંતાડી શખેલ ૭૮ ઇલેકટ્રીક એ.સી.ડ્રાઇવ સહિત કુલ ઇલેકટ્રીક એ.સી ડ્રાઇવ નંગ -૧૦૩ કુલ કિ રૂ.૫,૯૫,૦૦૦ તથા હિરો હોન્ડા કંપનીનું સ્પેલન્ડર મોટરસાઈકલ GJ – 13 – J – 1381 કિ.રૂ .૧૦,૦૦૦ / – મળી ફૂલ રૂપિયા ૬,૦૫,૦૦૦ના મુદ્દામાલ સાથે આરોપી જોગુભાઇ અકરમભાઇ, રાકેશભાઇ જાનુભાઇ ખોખર, ઇમરાનભાઇ ગુલામભાઇ ખોલેરા, જાવીદભાઇ ગનીભાઇ ઘોણીયા, મહમદઅલી ગુલામહુશેન કચ્છીને ઝડપી લીધા હતા.

Related Articles

Total Website visit

1,502,787

TRENDING NOW