Tuesday, August 4, 2026

સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું.

Advertisement
Advertisement
Advertisement

સિદ્ધિ : મોરબી ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓનું સૌરાષ્ટ્ર ટીમ માટે સિલેકશન થયું.

મોરબી ડીસ્ટ્રીકટ ક્રિકેટ એસોના વધુ ૨ ખેલાડીઓ સૌરાષ્ટ્રની ટીમમાં પસંદગી પામ્યા છે જેમાં મિલોની જીવાણી અન્ડર ૧૯ વિમેન્સ ક્રિકેટ ટીમમાં જયારે જે. નવીન અન્ડર ૨૫ મેન્સ ક્રિકેટ ટીમમાં પસંદગી પામ્યા છે.

વર્ષ ૨૦૨૨-૨૩ દરમિયાન મોરબી જીલ્લા ક્રિકેટ એસોના કુલ ૭ ખેલાડીઓની પસંદગી વિવિધ ટુર્નામેન્ટ માટે કરવામાં આવી છે જે મોરબી જીલ્લા માટે ગૌરવ સમાન છે આ વર્ષે સૌરાષ્ટ્રની ટીમમાં અન્ડર ૧૪, અન્ડર ૧૬, અન્ડર ૧૯ મેન્સ અને વિમેન્સ તેમજ અન્ડર ૨૫ મેન્સ ટીમમાં મોરબી જીલ્લા એસોના ખેલાડીઓની પસંદગી થતા પરિવારમાં પણ હર્ષની લાગણી છવાઈ છે

મોરબી ક્રિકેટ એસોના હેડ કોચ નિશાંત જાનીએ ૨૦૧૪ થી જવાબદારી સાંભળી હોય અને તેઓની મહેનત રંગ લાવી રહી છે નિશાંત જાનીએ જણાવ્યું હતું કે ખેલાડીઓને તૈયાર કરવા સહેલું કાર્ય નથી તે લોઢાના ચણા ચાવવા સમાન કાર્ય છે રાતોરાત કોઈ ખેલાડી સારો ખેલાડી બની જતો નથી ખેલાડીઓને યોગ્ય માર્ગદર્શન મળે છે, પરિવાર સપોર્ટ કરે છે અને લાંબા સમય સુધી પ્રેક્ટીસ કર્યા બાદ અને પરિવારની ત્યાગ ભાવનાને પગલે ખેલાડી ૫ થી ૧૦ વર્ષની મહેનત કરી સફળતા પ્રાપ્ત કરે છે જેથી તમામ ખેલાડીઓની સિદ્ધિનો શ્રેય તેમના પરિવારના સભ્યોને અર્પણ કર્યો છે.

તેમજ નિશાંત જાનીએ જણાવ્યું હતું કે ક્રિકેટ એસોના પ્રમુખ કાન્તિલાલ અમૃતિયા પણ સારી મહેનત કરે છે અને ખેલાડીઓ તૈયાર કરવા માટે તેઓ સતત કાર્યરત રહે છે હમેશા તેમનું માર્ગદર્શન અને સપોર્ટ મળતા રહે છે જેથી મોરબીના ખેલાડીઓ સારું પ્રદર્શન કરીને આગળ વધી રહ્યા છે

Related Articles

Total Website visit

1,624,536

TRENDING NOW