Saturday, May 10, 2025

સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ન્હાય રાજપર કું ગામનું ગૉરવ

Advertisement
Advertisement
Advertisement

“જો પાની સે નાહે વો લીબાઝ બદલતા ઔર જો પસીને સે નાહે વો ઈતિહાસ બદલતા હે”

મોરબી જિલ્લાના રાજપર (કુંતાસી) ગામે એક યુવાને “જો પાની સે નાહે વો લીબાઝ બદલતા ઔર જો પસીને સે નાહે વો ઈતિહાસ બદલતા હે” એ કેહવતને ગૌતમભાઈ પરમારે શાકાર કરી છે. તેમની માહિતી અને પ્રસારણ વિભાગમાં પસંદગી પામેલ છે.
રાજપર (કું) નું ગૌરવ ગૌતમ બાબુભાઈ પરમારે , ભૂજ ખાતે જિલ્લા માહિતી અધિકારીની કચેરીમાં તા.૨૩/૦૫/૨૦૨૨ નાં રોજ સિનિયર સબ એડિટર – અધિકારીનો ચાર્જ સંભાળેલ છે. ગૌતમ પરમારે રાજપર ગામ – સમાજ – આમરણ ચોવિશીનું ગૌરવ વધારેલ છે.

ગૌતમ પરમારે B.E. Chemical તથા Master Degree ( જર્નાલિઝમ) મા કરેલ છે. તેમજ Ph.D. સુધીનુ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરેલ છે.

ગૌતમ પરમારના પિતા બાબુભાઈ પરમાર અને માતા લીલાબેન પરમાર ખેતમજૂરી કામ કરે છે. માતા લીલાબેન ને એક જ કિડની છે. તનતોડ મહેનત અને મજૂરી કરી છોકરાઓને ભણાવેલ છે.

હાલમાં તેનાં બંન્ને પુત્ર સરકારી નોકરીયાત છે. નાનો પુત્ર ડિપાર્ટમેન્ટ ઓફ પોસ્ટ , જામનગર માં ફરજ બજાવે છે.

એકદમ નબળી પરિસ્થિતિમાં મા – બાપનો પરિશ્રમ અને છોકરાઓની શિક્ષણની ધગશના કારણે આ સિદ્ધિ હાંસલ કરી ગૌરવ વધારેલ છે.

ગૌતમભાઈ પરમારની મહેનત રંગ લાવતા તેમની સરકારમાં સિનિયર સબ એડિટર (ભુજ) તરીકે તરીકે જનરલ કેટેગરીમાં પસંદગી પામવા બદલ તેમને વોઇસ ઓફ મોરબી ન્યુઝ તરફથી સતત પ્રગતિ કરતા રહે તેવી શુભેચ્છા પાઠવી છી. તેમજ તેમની આ સિદ્ધિ બદલ તેમના મીત્ર વર્તુળ તરફથી ગૌતમભાઈને 9898227517 અને તેમના પિતાશ્રી ને 9724825490 પર શુભેચ્છા પાઠવી રહ્યા છે.

Related Articles

Total Website visit

1,502,881

TRENDING NOW