Friday, May 2, 2025

સામા કાંઠા વિસ્તારમાં સ્પામાં ચાલતું કુટણખાનુ ઝડપાયું

Advertisement
Advertisement
Advertisement

મોરબી સિટી બી ડીવીઝન પોલીસે જાહેર કરેલી વિગતો મુજબ મોરબી – વાંકાનેર નેશનલ હાઇવે પર વિશાલ ફર્નિચર પાછળ આવેલ ક્રિસ્ટલ સ્પા એન્ડ મસાજ સ્પામાં બહારથી રૂપલલનાઓ બોલાવી બોડી મસાજના ઓઠા તળે કુટણખાનું ચલાવવામાં આવતું હતું. જ્યાં પોલીસની ટીમે દરોડો પાડી સ્પામાં નોકરી કરતા બે ઈસમો ભાવેશભાઈ હિમંતભાઈ કાતરીયા (ઉ.વ.૨૩) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. જોલાપુર ગામ જી. અમરેલી તથા ભલાભાઈ રણછોડભાઈ ભીલ (ઉ.વ.૨૯) હાલ રહે. ક્રિસ્ટલ સ્પા મોરબી મૂળ રહે. હિન્ડોરના જી. અમરેલીવાળાની ધરપકડ કરી છે. તેમજ દરોડા દરમ્યાન રોકડ રૂ.૩૫૦૦ તથા મોબાઇલ ફોન નંગ -૦૨ કિં રૂ. ૫૫,૦૦૦ મળી કુલ કિં રૂ. ૫૮,૫૦૦ નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ઉપરાંત અન્ય એક શખ્સ પ્રશાંતભાઈ કેશુભાઈ કેશુર રહે. મોરબીવાળાનુ નામ ખુલતા શોધખોળ હાથ ધરવામાં આવી છે. પોલીસે આ ત્રણેય શખ્સો સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Related Articles

Total Website visit

1,502,703

TRENDING NOW