*જય શ્રી કૃષ્ણ. આજે સર્વે હિન્દુ સંગઠન દ્વારા *તારીખ: ૨૫/૦૭/૨૦૨૫ ને શુક્રવાર*
સ્થળ: જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી.
સમય: રાત્રે ૯:૦૦ વાગ્યે શ્રી કૃષ્ણ જન્મ ઉત્સવ અનુસંધાને જલારામ મંદિર અયોધ્યાપુરી મેઇન રોડ ઉપર ભવ્ય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું
અખિલભ્રમાંડના નાથ, યશોદાનંદન શ્રી કૃષ્ણ ભગવાનના અવતરણ દિવસ શ્રી કૃષ્ણ જન્માષ્ટમી નિમિત્તે મોરબીના રાજમાર્ગો પર સર્વે હિન્દુ સંગઠન દ્વારા ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવશે
આ ભવ્ય શોભાયાત્રાના અનુરુપ રૂપરેખા અને આયોજન માટે સર્વે હિન્દુ સંગઠનો દ્વારા એક વિશેષ બેઠક રાખવામાં આવી હતી જેમાં સનાતનની હિન્દુ સમાજ અગ્રણી તથા સર્વે હિન્દુ સંગઠનના અધિકારી દરેક સક્રિય કાર્યકર્તાનો ઉપસ્થિત રહ્યા હતા અને મોરબીના રાજમાર્ગો ઉપર સર્વે હિન્દુ સંગઠન અને સનાતનની હિન્દુ સમાજ ભવ્ય અને દિવ્ય શોભાયાત્રા નું નિર્માણ કરશે
જેમાં અલગ અલગ સંગઠન અને સર્વે સનાતનની હિન્દુ સમાજ દ્વારા અલગ અલગ ધાર્મિક પ્લોટ્સ બનાવીને આ શોભાયાત્રામાં જોડાશે
મોરબીના રાજમાર્ગો ઉપર 19 મટકી ફોડ ના કાર્યક્રમ થશે જેમાં અલગ અલગ સંગઠન અને હિન્દુ સમાજ દ્વારા ભવ્ય કૃષ્ણ જન્મોત્સવ ઉજવવામાં આવશે તેવા આહવાન સાથે બધા જ સક્રિય કાર્યકર્તા તથા અધિકારી હિન્દુઓ યોદ્ધાઓને શોભાયાત્રા ના ભાગરૂપે કામે લાગી જવા આહવા કરવામાં આવ્યું હતું
કમલેશભાઈ બોરીચા સર્વે હિન્દુ સંગઠન કન્વીનર મોરબી





