સરપંચ પરિષદ ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ અને પશ્ચિમ ગુજરાત ઝોન ના કારોબારી સદસ્ય તરીકે શ્રી અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા ની નિમણુક.
સરપંચ પરિષદ ગુજરાતના પશ્ચિમ ગુજરાત ઝોન જેમાં આવતા જિલ્લાઓ એટલે કે સુરેન્દ્રનગર, જામનગર,દેવભૂમિ દ્વારકા,મોરબી પશ્ચિમ કચ્છ અને પૂર્વ કચ્છ જિલ્લાના તમામ સરપંચોને મદદરૂપ થવા માટે છેલ્લા પાંચ વર્ષથી તમામ રીતે મદદરૂપ અને માહિતગાર કરતા રજીસ્ટર સંગઠન રાષ્ટ્રીય સરપંચ સંઘ સંચાલિત પ્રદેશ કાર્ય સમિતિ એવી સરપંચ પરિષદ ગુજરાતના મોરબી જિલ્લા અધ્યક્ષ અને પશ્ચિમ ગુજરાત ઝોન સમિતિના કારોબારી સદસ્ય તરીકે ક્ષત્રિય રાજપૂત સમાજના યુવા આગેવાન મોરબી જિલ્લા રાજપૂત સમાજના ઉપપ્રમુખ અને આશાપુરા કોલ એન્ડ મિનરલ્સ મોરબીના મેનેજિંગ ડાયરેક્ટર એવા મોરબી જિલ્લાના માળિયા મીયાણા તાલુકા ની વાધરવા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અનિરુદ્ધસિંહ પરાક્રમસિંહ જાડેજા ની મોરબી જિલ્લા અધ્યક્ષ અને પશ્ચિમ ગુજરાત સોન સમિતિના કારોબારી સદસ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. ત્યારે તેઓને ખૂબ ખૂબ અભિનંદન.