સરકારી યોજનાઓ અને આગામી સીઝનના આયોજન માટે હળવદ તાલુકાના અગરીયાઓનુ સંમેલન યોજાયું
મોરબી: તા.૨૭-૦૯-૨૦૨૨ ના રોજ હળવદ તાલુકાના અજીતગઢ ગામે રામદેવપીરના મંદિરે અગરીયાઓ માટે સરકારની કલ્યાણકારી યોજનાઓની જાણકારી વિભાગ દ્વારા જે સુવિધાઓ આપવામાં આવે છે તેના વિશે તેમજ સરકારી વિભાગોનું આગામી મીઠાની સીઝનના આયોજન માટે જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબી અને અગરિયા હિતરક્ષક મંચ દ્વારા હળવદ તાલુકાના અગરીયાઓનુ સંમેલન યોજાયું હતું.
આ સંમેલનમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ ચંદુભાઈ શિહોર, જીલ્લા ઉદ્યોગ કેન્દ્ર મોરબીના જનરલ મેનેજર મોરી, નાયબ જનરલ મેનેજર ધામી, અગરીયા હિતરક્ષક મંચના પ્રમુખ હરીનેશભાઈ અગરીયા હિતરક્ષક મંચના મોરબી જીલ્લા કોર્ડિનેટર મારૂતિ સિંહ બારૈયા, મામલતદાર ભાટી તાલુકા પંચાયતના વિપુલભાઇ, R.F.O વિપુલભાઈ, સી.આર.સી. સોઢાભાઈ, આંગણવાડી સુપરવાઈઝર લાભુબેન, આંગણવાડી કાર્યકર્તા બહેનો બિંદુબેન, રેખાબેન, કુંદનબેન, શ્રમવિભાગના સંચાલક મણીભાઈ, પાણી પુરવઠા બોર્ડના દેથરીયાભાઈ, અજીતગઢ ગ્રામ પંચાયતના સરપંચ, આરોગ્ય વિભાગના મોબાઈલ હેલ્થ યુનિટના એમ.ઓ. પ્રકાશભાઇ વગેરે સરકારી વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ સંમેલનમાં દરેક વિભાગો દ્વારા દ્વારા સીઝનમાં પડેલી મુશ્કેલીઓ તથા આવતી સીઝનના આયોજન વિશે ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં ૨૫૦થી૩૦૦ જેટલા અગરીયાઓ ઉપસ્થિત રહ્યા હતા.





