સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સિનેમા ઘરમાં ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળ્યું

સમસ્ત બ્રહ્મસમાજ મોરબી દ્વારા સ્કાય સિનેમા ખાતે મોરબીમાં વસતા ભૂદેવો માટે ધ કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું.

જે ફિલ્મમાં બ્રહ્મસમાજની સત્ય હકીકત અને ભૂતકાળમાં બનેલા બનાવોને જીવિત કરતી ખૂબ જ સરસ મુવી બ્રહ્મસમાજના 190 કરતા પણ વધુ લોકો દ્વારા નિહાળવામાં આવી તથા ફિલ્મ પૂર્ણ થયા બાદ લોકોના મુખ ઉપર એક નવી ક્રાંતિ, નવી ઊર્જા તથા રાષ્ટ્ર ભક્તિ અને સામજિક એકતાના દર્શન થતાં હોય એમ લાગતું હતું. આ તકે મોરબી સમસ્ત બ્રહ્મસમાજ પ્રમુખ કિશોરભાઈ શુક્લ, મહામંત્રી કેયુરભાઈ પંડ્યા, અમુલભાઈ જોષી સહિત ઉપસ્થિત રહ્યા હતા.