Tuesday, May 13, 2025

સમગ્ર ગુજરાતમાં હાલ યુવાનો ની અકાળે પ્રેમ પ્રકરણ માં અવતરતા બાળકોની ભૃણ હત્યા ના બનાવો ચિંતાજનક સામખિયાળી ગામની ઘટના એ ઉદાહરણ

Advertisement
Advertisement
Advertisement

સમગ્ર ગુજરાતમાં હાલ યુવાનો ની અકાળે પ્રેમ પ્રકરણ માં અવતરતા બાળકોની ભૃણ હત્યા ના બનાવો ચિંતાજનક સામખિયાળી ગામની ઘટના એ ઉદાહરણ

સામખિયાળી ગામે બાવળની ઝાડીમાંથી મૃત બાળકીનું ભૃણ મળી આવતાં ચકચાર

સામખિયાળી આજના સોશિયલ મીડિયાના સમયમાં યુવાધન પોતાને શું કરવાનું છે તે ભૂલી ગયા છે , મા – બાપ પણ તેમના સંતાનો કયા રસ્તે જઈ રહ્યા છે તેની દરકાર પણ લેતા નથી , પરિણામે દીકરી ન કરવાનું કરી બેસે છે . આવી જ એક માનવતાને શર્મસાર કરતી ઘટના સામે આવી હતી

પૂર્વ કચ્છના ભચાઉ તાલુકામાં આવતા સામખીયાળીમાં આજે શનિવારે એક મૃત બાળકીનું ભૃણ અવાવરું ઝાડીમા ભ્રૂણ મૃતદેહને ફેંકી દેવાયેલો મળી આવ્યો સામખિયાળીમાં સવારે મહેસાણા નગરની પાછળના ક્રિકેટના મેદાનમાં બાળકો ક્રિકેટ રમવા ગયા , ત્યાંરે છોકરાઓને અવાવરું બાવળની ઝાડીમાં ભ્રૂણ મૃતદેહ જોવા મળ્યો હતો

સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ કોઈ અજ્ઞાત વ્યક્તિ દ્વારા પોતાનું કુકર્મ છુપાવવા બાળકીને ફેંકી જવામાં આવી હશે .ત્યારે આવા ઈસમો અને તેઓને મદદરૂપ થનાર શખ્સોને ઝડપી પાડી પોલીસ તંત્ર દ્વારા કડકમાં કડક કલમો તળે ગુન્હો દાખલ કરવામાં આવે તેવી સ્થાનીક લોક માંગ ઉઠી રહી. રીપોર્ટ – મહેશ રાજગોર

Related Articles

Total Website visit

1,503,265

TRENDING NOW