Wednesday, June 17, 2026

સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ આરોપીને જેલ હવાલે કરાયો.

Advertisement
Advertisement
Advertisement

સગીરા સાથે દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર નરાધમ આરોપીને જેલ હવાલે કરાયો.

મોરબી પંથકમાં સગીરા સાથે દુષ્કર્મ આચરી એક ઇસમેં સગીરાને ગર્ભવતી બનાવી દીધી હોય અને સગીરાને ૭ માસનો ગર્ભ હોવાથી સમગ્ર બનાવ પ્રકાશમાં આવ્યો હતો જે બનાવ મામલે ભોગ બનનારની માતાની ફરિયાદને આધારે પોલીસે આરોપીને ઝડપી લઈને કોર્ટમાં રજુ કર્યા બાદ જેલહવાલે કર્યો હતો

ભોગ બનનારની માતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે ગત તા. ૧૮-૦૮-૨૦૨૨ ના રોજ આરોપી રણજીત પ્રેમજી રહે કચ્છ વાળાએ સગીરાની મરજી વિરુદ્ધ બળજબરીથી સગીરા સાથે શરીર સંબંધ બાંધી દુષ્કર્મ આચર્યું હતું જેને પરિણામે સગીરા ગર્ભવતી બની હતી અને સગીરાને હાલ સાત માસનો ગર્ભ હોય જેથી સમગ્ર બનાવનો ભાંડો ફૂટ્યો હતો અને સમગ્ર આપવીતી પરિવારને જણાવ્યા બાદ પરિવારે હિમત આપી હતી

ભોગ બનનારની માતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં આરોપી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જે બનાવ મામલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ ઇન્ચાર્જ પીઆઈ ખુમાનસિંહ વાળા ચલાવી રહ્યા હોય અને પોલીસ ટીમે આરોપીને ઝડપી લીધો હતો જે ઝડપાયેલ આરોપીને કોર્ટમાં રજુ કરી જેલહવાલે કરવામાં આવ્યો છે

Related Articles

Total Website visit

1,608,501

TRENDING NOW