Tuesday, March 10, 2026

સગર્ભા પત્ની પાસે પતિ અને સાસરિયાં પક્ષે દહેજની માંગણી કરી.

Advertisement
Advertisement
Advertisement

સગર્ભા પત્ની પાસે પતિ અને સાસરિયાં પક્ષે દહેજની માંગણી કરી.

મોરબીના ઉમા ટાઉનશીપમાં રહેતી ફરિયાદી પરિણીતા રિદ્ધિબેન મનદીપભાઈ ચીકાણીએ મોરબી મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે તારીખ 19-01-2019 ના રોજ તેના લગ્ન અમદાવાદ ખાતે રહેતા મંદિપ સાથે થયા હતા અને લગ્ન બાદ તેઓ સાસરિયામાં અમદાવાદ ખાતે રહેવા લાગ્યા હતા. એક મહિના સુધી બધું સારી રીતે ચાલ્યું પરંતુ એ બાદ સાસરીયાઓ નાની નાની બાબતોમાં તેમજ ઘરકામ બાબતે ઝઘડો કરીને મેળા ટોણા બોલીને હેરાન પરેશાન કરતા હતા અને દુઃખ ત્રાસ આપતા હતા.

સાસુ-સસરા અને દિયર પતિને ખોટી ચણામણી કરતા હતા અને રિદ્ધિબેન ને દુઃખ ત્રાસ આપતા હતા. લગ્ન 8 મહિના બાદ પતિ મનદીપે મોરબીમાં આરામ કરવાનું ખોટું બહાનું કાઢીને રીતે મૂકી ગયા હતા અને ચાર મહિના સુધી રિદ્ધિબેન પિયરમાં હતા એ સમયે પણ સાસરીયાઑ તેમને દુઃખ ત્રાસ આપતા હતા પરંતુ પોતાનું લગ્ન જીવન ન બગાડવા માટે રિદ્ધિબેન મૂંગે મોઢે બધું સહન કરતા હતા. અમદાવાદ આવીને તમામ બાબતે સમાધાન કર્યા બાદ પણ પતિ અવારનવાર રિધ્ધીબેન સાથે મારપીટ કરી શારીરિક અને માનસિક દુઃખ ત્રાસ આપતા હતા અને સાસરીયાઓ કહેતા ‘તું તારા માવતર ના ઘરેથી કરિયાવરમાં કાંઈ સારું લાવેલી નથી અમારે તો બી એમ ડબલ્યુ કાર તથા અમદાવાદમાં ફ્લેટની આશા હતી’ તેમ કહી પરિણીતાને માવતરેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતા હતા અને અવારનવાર નિર્ણય ટોણા બોલી અપશબ્દો કહેતા હતા અને પતિ તો એમ કહેતો કે ‘તું અમારા લાયક નથી તને ઘરમાં રાખવી નથી તને કાઢી મૂકવી છે’

આમ દરેક બાબતમાં પતિ મનદીપ રાડા-રાડી કરી માનસિક દુઃખ ત્રાસ આપતો હતો આ ઉપરાંત રિદ્ધિબેન ને ઘરની બહાર પણ જવા દેતો નહીં એ સમયે રિદ્ધિબેનના મામાજી જીતુભાઈ અમદાવાદમાં આંટો દેવા આવતા હતા ત્યારે તે તેના સાસરિયાઓને ખોટી ચઢામણી કરતા હતા કે,’આવી સ્ત્રીને ઘરમાં રખાઈ નહીં, કાઢી મુકાય’ તેમ કહેતા રિદ્ધિબેનના પતિ ઉશ્કેરાઈ જતા અને રિદ્ધિબેનને ગાળો ભાંડતા હતા. જ્યારે રે રિદ્ધિબેન ગર્ભવતી થયા એ સમયે પણ સાસરીયા એ દુઃખ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું અને પતિએ કહ્યું હતું. ‘મારે તો દીકરો જ જોઈએ છે જો દીકરી આવી તો તું મારા ઘરેથી તારા માવતર ના ઘરે જતી રહેજે’ તે સમય ગાળા દરમિયાન 19-10-2022 ના રોજ દીકરી નો જન્મ થતા સાસરીયાઓ ને સારું લાગ્યું ન હતું ઓપરેશન વખતે રિદ્ધિબેનને બ્લીડિંગ થયું હોવા છતાં સાસરિયાંઓએ કોઈ સંભાળ રાખી નહીં અને ડીલેવરી બાદ પણ સાસરિયાઓએ ત્રાસ આપવાનું ચાલુ રાખ્યું. આ ઘટનાક્રમ આમને આમ ચાલુ રહ્યો અને તારીખ 22/11/2020 ના રોજ પતિ રિદ્ધિબેન ને માવતર મૂકી ગયો હતો. આ સમગ્ર મામલે રીતે રિદ્ધિબેને મહિલા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરી છે.

Related Articles

Total Website visit

1,595,224

TRENDING NOW