
(અહેવાલ: ભવિષ જોષી-હળવદ)
હળવદ: ગુજરાત સરકારના સંવેદનશીલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના જન્મદિવસ નિમિત્તે ગુજરાત રાજ્યના દરેક જિલ્લા તાલુકામાં સંવેદના દિન નિમિતે સેવા સેતુ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.

સંવેદના દિન નિમિત્તે હળવદ રાજોધરજી હાઈસ્કૂલ ખાતે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં વિવિધ દાખલાઓ જેમ કે, આવકના દાખલા, રહેઠાણના દાખલા, આધાર કાર્ડ પાનકાર્ડ, આયુષ્માન કાર્ડ, માં કાર્ડ તેમજ પી.જી.વી.સી.એલ કચેરીમાં મીટર નોંધણી તેમજ સરકારની સહાય યોજના વગેરે કામગીરીના બુથ ગોઠવવામાં આવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા પ્રાંત અધિકારી એસ એમ કાથડ, ચીફ ઓફિસર સંદીપસિંહ ઝાલા, નાયબ મામલતદાર,પક્ષના કાર્યકરો એપી.એમ.સી ચેરમેન રણછોડભાઈ પટેલ, શહેર પ્રમુખ કેતનભાઈ દવે, બિપીનભાઈ દવે, મોરબી જિલ્લા મહામંત્રી રણછોડભાઈ દલવાડી, મોરબી જિલ્લા મંત્રી જશુબેન પટેલ, અશ્વિનભાઈ કણઝરીયા, રમેશભાઇ ભગત, તેમજ પક્ષના કાર્યકરો હાજર રહ્યા હતા.
