મોરબી : શ્રી સભારાવાડી પ્રા.શાળા મોરબી ખાતે જિલ્લાના શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માન થતાં સભારાવાડી શાળા પરિવાર અને s.m.c. કમીટી દ્રારા સન્માન કરવામાં આવ્યું. મહેમાનોનું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા દ્વારા કરવામાં આવ્યું તેમજ વિજયભાઈ દલસાણીયાનું સન્માન શાળા પરિવાર,s.m.c.સભ્યો દ્વારા, જયેશભાઇ બાવરવા અને C.R.C.કો-ઓર્ડિનેટર બાબુલાલ દેકાવડિયા દ્વારા, ડો.અમૃતલાલ કાંજીયા દ્વારા, અશ્વિન કંઝારીયા, સોનલ અંબારામભાઈ,શિતલ અંબારામભાઈ, ગૌતમ ગોવિંદભાઇ એ વિદ્યાર્થીઓ દ્વારા, તેમજ કાંતિલાલ પરમાર દ્રારા વિજયભાઈ તથા વાડીના કાર્યકર્તા નું પણ હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. તથા ગોકુળનગરના આચાર્ય વિનોદભાઈ ગોધાણી તથા સંધના પ્રતિનિધિ નિતેશભાઈ રંગપડિયા દ્વારા સન્માન કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં ચુનિલાલ પરમાર સાહેબ નગરપાલિકા કાઉન્સિલર, અંબારામભાઈ કવાડિયા તથા પ્રાથમિક શિક્ષક સંધના પ્રતિનિધિ રંગપડિયા સાહેબ તથા મોરડિયા, રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના પ્રતિનિધિ બળદેવભાઈ મેરજા, સી.આર.સી.કોર્ડિનેટર આંબાવાડી બાબુલાલ દેલવાડિયા તથા રાજેશભાઈ કંઝારીયા તથા આંબાવાડી તા.શાળા આચાર્યશ્રી મહેશભાઈ રામાવત તથા પેટાશાળાના આચાર્યઓ હાજરી આપી હતી.
આ તકે એસ.એમ.સી.ના અધ્યક્ષ મૂળજીભાઈ પરમાર, સભ્યઓ અંબારામભાઈ હડિયલ,નાનજીભાઈ ડાભી,ગોવિંદભાઇ પરમાર, લાલજીભાઇ કંઝારીયા તથા તમામ વાલીઓ હાજરી આપી આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. આ સાથે શાળાના આચાર્ય ભરતભાઇ બાવરવા, આ.શિ. મહેશભાઈ સંધાણી અને તમામે સ્ટાફે ભારે જહેમત ઉઠાવી હતી.આ કાર્યક્રમનું સફળ સંચાલન આ.શિ. જયંતીભાઈ કોટડિયાએ કર્યુ હતું