(અહેવાલ: ભવિષ જોષી હળવદ)
હળવદ: શ્રાવણ સુદ પૂનમના દિવસે હળવદ શરણેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડવાઈ દર વર્ષે પૂનમના દિવસે ધજા ચડવામાં આવે છે. આ પ્રસંગે દર વર્ષે જુદા-જુદા યજમાનો દ્વારા ધજા ચડવામાં આવે છે. અને ખુબ આનંદ સાથે યજમાનના ઘરેથી ધજા લઈને શોભાયાત્રા નીકળે છે. અને હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો ધજા ચડાવવા જાય છે.

પ્રાચીન સમયથી રજા રજવાડા શરણેશ્વર મહાદેવને દર વર્ષે શ્રાવણી પૂનમના દિવસે ધજા ચડાવતાએ પરંપરા આજ પણ હળવદમાં લોકો દ્વારા નિભાવવામાં આવે છે. અને દર શ્રાવણી પૂનમે મહાદેવજીને ૫૨ ગજની ધજા ચડવવામમાં આવે છે. આ વર્ષે ધજાના યજમાન નરેશભાઈ મહેન્દ્રકુમાર રાવલના ઘરેથી ધજા ચડાવવા શોભાયાત્રા નીકળી હતી. અને ઢોલ નગારા અને ડીજેના તાલ સાથે શિવભક્તો જુમી ઉઠ્યા હતા. અને શ્રાવણ સુદ પૂનમે વિજય મુહૂર્તમાં શરણેશ્વર મહાદેવને ૫૨ ગજની ધજા ચડાવવામાં આવી હતી. આ પ્રસંગે યજમાન નરેશભાઈ રાવલ દ્વારા ખુબ ભક્તિ ભાવ સાથે ધજા ચડાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું. શરણેશ્વર સેવક મંડળ તેમજ શરણેશ્વર મંડળના ટ્રસ્ટીઓ તેમજ ગામ ના દરેક શિવ ભક્તો જોડાયા હતા અને વાતાવરણ શિવમય બની ગયું હતું.
